વેણીનાં ફૂલ/સાગરમાં વસનાર

Revision as of 12:13, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાગરમાં વસનાર|}} <poem> પેલાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાગરમાં વસનાર

પેલાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ, માડી! મને રમવા બોલાવે

છાનાં કહે મારા કાનમાં
અમે ભમવા તે જાતાં,
દેશ વિદેશને કાંઠડે
રૂડાં ગાયન ગાતાં.

આજે આંહી આવી નીકળ્યાં,
કાલે ક્યાં વળી જાશું!
કોઈ હિસાબ ન રાખતું,
ક્યાંયે રાત રોકાશું!

હું રે પૂછું, મને તેડશો,
તમ સંગમાં ગાવા?
હૈયે મારે ઘણા કોડ,