ફેરો/૧૮

Revision as of 12:00, 8 February 2022 by MeghaBhavsar (talk | contribs)
૧૮

‘પરણ્યાની પહેલી રાતડીએ રે
આભડ્યો એરુ વ્હાલમને...’

સારંગીનો સૂર અને ભરથરીનો બેસૂરો અવાજ એક રબારી પેપર ઉકેલવા મથતો હતો તેને નડતો હતો. ગાડી સીધી થઈ ગઈ. ‘આપણે ક્યારનાં મુસાફરીએ નીકળ્યાં છીએ, મારી સાથે એક શબ્દ પણ બોલ્યા છો! ભૈ જેટલીય મારી ખબર લીધી છે?’ પત્નીએ કહ્યું. ‘તારે કંઈ જોઈએ છે?’ ‘જોઈતું હોય તો જ તમને બોલાવીએ?’ ‘પણ મને વાત કરવાનો કોઈ વિષય જડે તો બોલું ને?’ ‘વિષય વિના વાત જ ન થાય એવું કંઈ ખરું? વિષય જડે તો વાત લખવા બેસી જાઓ છો અને વાત કરનાર તો તમારા ભાઈબંધ હોય જ છે ને? ક્યાં તોટો છે? પેલા... પેલા... ફલાણાં’ (આજ પાછું એ બુદ્ધિભર્યુ બોલવા લાગી હતી. પણ ‘વિષય’ શબ્દના અન્ય અર્થ પરત્વે અત્યારે સભાન નહોતી એ સારું હતું.) અત્યાર સુધી જંક્શનથી ચઢીને ઊંઘમાં ખૂંપી ગયેલાં આધેડ બહેન જાગીને અમારો સંવાદ એક પ્રકારની ટાઢાશથી સાંભળી રહ્યાં હતાં. જાડાં ચશ્માં સાલ્લાથી લૂછતાં લૂછતાં તેમણે કહ્યું, ‘બહેન, ઘેર ઘેર માટીના ચૂલા છે. તમારે એકલાને ત્યાં જ આવું છે એમ ન માનશો. તમારા ભાઈ પણ...’ આ શહેરી બહેનનું ‘ત્યાં’ જાણવાના ઇરાદાથી અને મારે વિષે આગળ ચાલતી વાતને અટકાવવાના હેતુથી મોટે સાદે અધવચ્ચે મેં પૂછ્યું : ‘તમારે ક્યાં જવું, બહેન?’ ‘મારે આવે એ સ્ટેશને જ ઊતરવું છે. આ સ્ટેશન પછી તો છેલ્લું સરહદ પરનું રણવિસ્તારવાળું સ્ટેશન આવે છે. તમારે ત્યાં ઊતરવાનું છે?’ ‘ના, ના, આપણે બધાંયે સાથે આવતા સ્ટેશને જ ઊતરવાનું છે.’ બતક જેવા આકારના એક ચંબુમાંથી પાણી ઝમતું હતું તે તરફ જોઈ હું બોલ્યો, ‘ક્યાંથી આવો છો બહેન?’ ‘રાજસ્થાન બાજુથી. ઉદેપુર રહેવું.’ ‘ઉદેપુર? ત્યાં તમારું પિયર થતું હશે.’ એટલું મોટેથી બોલી મનમાં મેં મનોવિનોદ મેળવ્યો, ‘આ બાઈનેય બગીચામાંથી રણ અહીં ખેંચી લાવતું લાગે છે...’ ‘ના, પિયર તો આ ગામ થાય. ઉદેપુરમાં તો છોકરાના બાપા સર્વિસ કરે છે.’ ‘ત્યારે તો બહુ આઘે રહેવાનું થયું છે તમારે...’ ભૈને સામે જોતો હું બોલ્યો. ‘વીસ વરસે આવું છું મારા પિયર. અહીં શું ખાવા આવું? ધૂળ ને ધફ્ફા. પાણી પી પીઈને પેટ તૂટી જાય તોય તરસ મટે નહીં. અહીં પાણીની બહુ ખેંચ. ના કોઈ વાહન મળે, ના કોઈ સાધન. અમારા ઉદેપુરમાં તો તાપ નામેય નહીં. પરસેવો વળે તોય દુર્ગંધ ન ફેલાય એવી આબોહવા છે ત્યાંની. તમે આવ્યા છો ઊદેપુર?’ ‘હા, પણ મને તો તાપ લાગતો હતો.’ ‘તમને તો લાગે. ગરમી તો તમારામાં જોઈએ એટલી છે. અલી બેન, દા’ડે તો ઠીક પણ રાતેય હાથ અડાડું તો એન્જિનને અડ્યા હોઈએ એમ આંગળી ચંપાઈ જાય.’ ખીજવાયેલી પત્નીએ જાણે ખરે તાકડે ઉદ્‌ગારો વેર્યા. તીણી વ્હીસલ વાગી. અમે ઊતરવાની તૈયારી કરવા લાગ્યાં. ભૈને એણે કાઢી નાખેલા બૂટ ફરી પાછા પહેરાવી દીધા. અમારી પાસે આવી ઊભેલા ભરથરીની મારી હડપચી જેમ ઢીંચણથી લબડતી સારંગીના તાર પર ભૈએ એક વાર ‘ટડિંગ’ કરી લીધું. મનમાં હું બોલ્યો, ‘વન્સમોર.’ હું સંડાસ ગયો. ઊભો ઊભો પેશાબ કરવા લાગ્યો. મધદરિયે કાણા થયેલા જહાજમાં પાણી ભરાવા માંડ્યું હોય તેવો વિલક્ષણ અવાજ સંભળાયો. નીચે કોઈકે ગંધાતું કરી મૂક્યું હતું. છાંટા મારા સેંડલ પર પડતા હતા. મારો ચહેરો તૂટેલો અરીસામાં જેતાં વાળ બધા ફેંદાઈ ગયા હતા. તેલ ઊડી જતાં, ભૂખરા વાળ ઉઘાડા પડી ગયા હતા... આ શું? મારી પેન ક્યાં? જંક્શનથી ગાડી ઊપડી ત્યારે ભૈએ ખિસ્સામાં હાથ નાખી રમવા લીધી હતી. પણ બત્તી ઉપરથી ચારપાંચ જીવડાં ઊંડીને મારી ગરદન અને બુશશર્ટ પર ત્રાટક્યાં. એક વંદો સેંડલ પર થઈ પગ પર ચડવા લાગ્યો. ત્યાં ગાડીની ગતિ ઘટી. મારી નવી નવલકથાનું – ‘ધૂમ્રવલય’નું પ્રથમ પ્રકરણ ટ્રેનની ઘટતી ગતિ પર હશે અને નાયક હશે મોટો થઈ ચૂકેલો મૂંગો ભૈ....ત્યાં સુધી બોલતો થઈ ગયો હશે તો? ગાડી ઊભી રહી. આ ક્યારે અટકશે? ત્યાં બારણાં ઉપર – ‘ઉઘાડજો’ એવા અવાજ સાથે ટકોરા વાગ્યા. અધવચ્ચે પેશાબ અટકી પડ્યો. મેં સ્ટૉપર પર હાથ નાખ્યો outside the gate the uniprinted desert stretched to stone and scorpion...સ્ટૉપર એટલી ફિટ થઈ ગઈ હતી. કે ખૂલે જ નહીં. વિષ્ટામાં મારું સેંડલું પડ્યું, બગડ્યું. દુર્ગંય પ્રસરી. આ નરકમાંથી કેમ બહાર જવાય? બારણું હચમચ્યું, ‘જલદી નીકળો.’ એકલા મને લઈ ગાડી આગળ રણ તરફ ઊપડી જશે કે એ પૂર્વે જ અહીં ગંધે મરવાનું હશે? બધું જોર વાપરીને સ્ટૉપર ખેસવી - ગોળીની જેમ એ એવી છૂટી કે મારી બીજી આંગળીને છૂંદી નાખી. મેં બારણું ખોલ્યું, બહાર નીક્ળ્યો. બાવરા અને નાક નીચે છીંકણી લૂછ્યા વિનાના ચહેરાવાળી પત્ની રઘવાયા અવાજે પૂછે છે, ‘ભૈ તમારી સાથે છે ન ?’ ‘ગાંડી થઈ ગઈ, મારી સાથે ક્યાંથી?’ ‘તમને ખબર નથી? કેમ તમે ઊઠ્યા ત્યારે બૂટ પહેરી તમારી પાછળ પાછળ તો આવતો મેં જોયો’તો.’ ‘શું કહે છે?’ આંગળીમાંથી લોહી વધારે નીકળતું હતું. એકદમ આંગળી મોંમાં નાખી લોહી વધારે નીકળતું અટકાવવા ચૂસતો પૂછવા લાગ્યો, ભૈ ગયો ક્યાં! મશ્કરી તો નથી કરતી ને?’ ‘સાચું કહું છું, મારા સમ. આ ડબ્બામાં તો આ બહેન ને હું બધ્ધે શોધી વળ્યાં. અરેરે... કોઈ ઉપાડી ગયું હશે તો? લાળની જેમ હડપચી લબડી પડી. એન્જિન પુષ્કળ સ્ટીમ છોડવા લાગ્યું. તેનો ધુ ઘુ ઘુઘવાટ કશું યે સંભળાવા ન દેતાં કોણ જાણે શાથી પત્નીને એક તમાચો ચોડી કાઢ્યો. અવાજ શોષાઈ ચૂકેલી ‘સાયલન્ટ ફિલ્મ’ની પટ્ટી મારી આગળ વહેવા લાગી, ઉબાઈને મેં બારી તરફ જોયું. ચાલો એક કથા પૂરી કરી. થાકથી હાથનો ભાર - આરસપહાણનો હોય એવો અસહ્ય થઈ પડ્યો. બહાર ચાંદનીના લીધે, મોટા વૃક્ષ નીચેનાં પોલાોમાં પાર વિનાનું અંધારું ઊધઈની પેઠે જામી ગયું હતું... વ્હીસલ થઈ. મને પાંખો ફૂટે તો ...? હલેસાં જેટલા લાંબા ટાંટિયે દોડવા માંડું? દોડ દોડ દોડ...સાંકળ ખેંચવા હું હાથ લંબાવું છું. ત્યાં ભુક ચુક કરતું ડબ્બાવિહોણું એક અટૂલું એન્જિન – સામે ચાલી ભેટવા આવતા સૂરજની જેમ – ફ્લડ લાઇટ સાથે આંખ પર ધસી આવી પુષ્કળ ધુમાડો ડબ્બામાં છોડી ગયું. સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો.