હાલરડાં/આપણે આંગણીએ

Revision as of 05:56, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણે આંગણીએ|}} {{Poem2Open}} [બહેન નાના ભાઈને માટે ગાય છે.] એક નાનું સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આપણે આંગણીએ

[બહેન નાના ભાઈને માટે ગાય છે.] એક નાનું સરીખડું બાળ રે મા! આવ્યું છે આપણે આંગણીએ. એને નમ્યેથી પ્રાછત જાય રે મા! આવ્યું છે આપણે આંગણીએ. એને માથે મેવાડાં મોળિયાં, એને ખંભે ખાંતીલા ખેસ રે મા.-આવ્યું છે.૦ એને કાને તે કુંડળ ઝળકંતાં, કોટે કૌસ્તુભમણિનો હાર રે મા.-આવ્યું છે.૦ એની બાંયે બાજુબંધ બેરખા, એની દસે આંગળીએ વેઢ રે મા. - આવ્યું છે૦ એને પગે રાઠોડી મોજડી. એની ચટકતી છે ચાલ્ય રે મા. - આવ્યું છે૦