કમલ વોરાનાં કાવ્યો/સંપાદક-પરિચય

Revision as of 10:56, 30 March 2022 by MeghaBhavsar (talk | contribs)


સંપાદક-પરિચય

મુંબઈ સ્થિત સેજલ શાહ, ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક છે. કવિતા, વાર્તા ઉપરાંત વિવેચન કાર્યમાં રત છે. તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે. ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ’ એ પુસ્તક તેમના પીએચ.ડી.ના સંશોધનકાર્યની ઉપલબ્ધિ છે. આ ઉપરાંત ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ પુસ્તકમાં ૧૯૪૨ના ભારતના આઝાદી આંદોલનમાં ભાગ લીધેલા(મુંબઈના) સ્વાતંત્ર્યવીરોનું ચરિત્ર લેખન છે. ‘પ્રવાસ ભીતરનો’ પુસ્તક ‘પ્રબુદ્ધ જીવન’ સામયિકના સંપાદકીય લેખોનો સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં ગંભીરતાપૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ તરીકે તેઓ મુંબઈમાં જાણીતા છે. વિવિધ સેમિનારોમાં વક્તા તરીકે આમંત્રણ મળ્યું છે. વિવિધ સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાઈને સાહિત્યિક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરતા રહે છે, ‘નવનીત સમર્પણ’માં પુસ્તક અવલોકન, ‘પ્રત્યક્ષ’, ‘પરબ’, ‘એતદ્’માં તેમના લેખો પ્રગટ થયા છે. ‘પ્રબુદ્ધ જીવન’ સામયિકના માનદ સંપાદક છે.