સોરઠી બહારવટીયા/ભીમો જત

Revision as of 06:11, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીમો જત|}} <poem> નાથાણીનો નર છે વંકો ભીમા તારો દેશમાં ડંકો રે! ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભીમો જત

નાથાણીનો નર છે વંકો
ભીમા તારો દેશમાં ડંકો રે!
ભાદરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત.
રાત પડ્યે ભીમા રીડીયા રે, ગામોગામ ગોકીરા થાય
એાળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારૂં થાય
ઉપલેટા ગામના બામણ જમાડ્યા, ગોંડળ થર! થર! થાય
તરવારુંના તારે તોરણ બંધાણાં, ને ભાલે પોંખાણો ભીમ
ઢોલ ત્રાંબાળુ ધ્રુશકે વાગે, વારૂં ચડી છે હજાર
ઓચીંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોટ

  • [૧]લાલબાઈ તુંને ધ્રૂશકે રોવે, *ફુલબાઈ જોવે વાટ

બન્ને ભીમાની દીકરીઓ હતી