ઋણાનુબંધ/ફૂલો

Revision as of 08:50, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલો|}} <poem> તું પ્રેમ કરે છે ત્યારે મારી ભીતર વિસ્તરતા વૃક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફૂલો


તું પ્રેમ કરે છે
ત્યારે
મારી ભીતર
વિસ્તરતા વૃક્ષની ડાળીઓ હાલે છે
પાંદડાં ગુસપુસ કરે છે
અને
આખા વૃક્ષને ફૂલો આવે છે.