ઋણાનુબંધ/પ્રતીતિ

Revision as of 10:18, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીતિ|}} <poem> પ્રેમ કરતાં કરતાં તને થયેલા પરસેવાને કદાચ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રતીતિ


પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને

કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારા શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતા શૂઝ પહેરી,
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને
હાથમાં ઝુલાવતો ઝુલાવતો,
મારા અનાવરણ મૃત દેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની
કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે…!