સોરઠી સંતવાણી/ગુરુમુખી કોણ?

Revision as of 11:20, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુરુમુખી કોણ?|}} <poem> કાળકર્મને સ્વભાવને જીતવો ને :::: રાખવો ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુરુમુખી કોણ?

કાળકર્મને સ્વભાવને જીતવો ને
રાખવો નહીં અંતરમાં કરોધ રે,
સમાનપણેથી સરવેમાં વરતવું ને
ટાળી દેવો મનનો વિરોધ રે.
ભાઈ રે! નિરમળ થઈને કામને જીતવો ને
રાખવો અંતરમાં વેરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણીને,
ટાળી દેવો દુબજાનો ડાઘ રે. — કાળધર્મને.
ભાઈ રે! આ લોક પરલોકની આશા તજવી ને
રાખવું અભ્યાસમાં ધ્યાન રે
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી ને
મેલવું અંતરનું માન રે. — કાળધર્મને.
ભાઈ રે! ગુરુમુખી હોય તેમે એમ જ રહેવું ને
વરતવું વચનની માંય રે,
ગંગાસતી એમ બોલિયાં રે એને
નડે નહીં જગતમાં કાંઈ રે. — કાળધર્મને.