સોરઠી સંતવાણી/કોઈ નૂરીજન નજરે આવે!

Revision as of 05:16, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ નૂરીજન નજરે આવે!|}} <poem> મન માંયલાની ખબરું લાવે રે, કોઈ કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોઈ નૂરીજન નજરે આવે!

મન માંયલાની ખબરું લાવે રે,
કોઈ કામ કરોધને હટાવે રે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,
રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,
એના માલમીને પકડ વશ કર લો, પાર ઊતરી જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
નિજ નામનાં નાંગળ નાખીને, પવન-પુરુષ પધરાવે,
અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,
દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી