સોરઠી સંતવાણી/નૈ જાવે

Revision as of 05:19, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નૈ જાવે|}} <poem> નૈ તો જાવે રે નર નૈ જાવે જેણે સતગરુ સાચને સંચ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નૈ જાવે

નૈ તો જાવે રે નર નૈ જાવે
જેણે સતગરુ સાચને સંચ્યા નર ન જાવે.
તન મન ધન જેણે રે ગુરુજીને અરપ્યાં વા’લા,
દુવદ્યા છોડીને રેવું નિરગુણદાવે. — જેણે.
આવાગમણ રે એને કાંઈ નથી ચડતું વાલા!
સરપ કાંચલડી જેમ દૂજી લાવે. — જેણે.
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરે ચરણે,
કર તો જોડીને દાસી ગુણ ગાવે. — જેણે