સોરઠી સંતવાણી/આ દેહમાં બેઠા

Revision as of 05:20, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ દેહમાં બેઠા|}} <poem> નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આ દેહમાં બેઠા

નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી,
આ દેવમાં મારો સતગુરુ બેઠા. — નાથ નિરંજનધારી.
નાવે ધોવે ને કરે ચતુરાઈ, ચોકા કરે ઓલા બ્રહ્મચારી,
જગતમુક્તિનો ભેદ ન જાણે, પાખંડ પૂજે સંસારી;
આ દેવમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
મન મારીને સુરતા લગાઈ લે, કરો ગુરુજી સેં યારી,
ભૂલેલ નરને જ્ઞાન બતાવે, અધર હાલે અહંકારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
આ કાયામાં પાંચ ચોર વસે, પાંચેની સુરતા હે નારી,
પાંચ પકડ કે એક કરો તો હો જાવે હીરલા હજારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
બિનરાબનકી કુંજગલીમેં વાલો ખેલે ખેલ હજારી,
કહે ગુરુપદ તમે સુનોને વિનંતિ, પાર ઊતરે સંસારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.