સોરઠી સંતવાણી/લાભ સવાયા લેજો

Revision as of 05:42, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાભ સવાયા લેજો|}} <poem> આવો ફરી ફરી અવસર નહીં મળે :::: તમે લાભ સવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાભ સવાયા લેજો

આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે લાભ સવાયા લેજો.
આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે કણ સવાયાં કરજો.
હીરા માણેક ને રીત પરવાળાં
નેણલે નરખી લેજો. — આવો.
નેન-કમળ પર દીવડો જલત હે,
નાભિકમળ ચિત ધરજો;
કબુધિ જ્યોત તમે અળગી કરીને
તમે અમર જ્યોત આદરજો. — આવો.
સંસાર સાગર મહા-જળ ભરિયો,
તમે તરી શકાય તો તરજો;
જગજીવનને જાણ કરીને તમે
એણી પાર ઊતરજો. — આવો.
ગરુ મળિયા ફેરા ટળિયા, તમે
ગરુને વચને રે’જો;
ગુરુ પરતાપે પીઠો બોલ્યા
અમર લોકમાં વરજો. — આવો.