સોરઠી સંતવાણી/ગારુડી

Revision as of 06:43, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગારુડી|}} <poem> ભાળેલ રે બાયું! દેખેલ રે બેની! ગોકુળ ગામડાનો ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગારુડી

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!
ગોકુળ ગામડાનો ગારડી રે, કાન કોયેં!
કાનુડો બતાવે એને નવનધ્ય આલું બેની!
આલું મારા હૈયા કેરી હારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
ટચલી આંગળીએ વા’લે ગોરધન તોળ્યો વા’લા!
ગૌધન ગાવડી ઉગારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
કાળીનાગનાં કરડ્યાં, બેની! કોઈ નવ ઉગરે વા’લા,
ઝીણી આવે મુને લેરડી રે : કાન કોયે — ભાળેલ રે બેની!.
પતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો બેની!
ઉપર કીધી છે અસવારડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,
તમને ભજીને થૈ છું ન્યાલડી રે : કાન કોયેં — ભાળેલ રે બેની!.