સોરઠી સંતવાણી/માટ તો રોકેલ છે મારાં

Revision as of 06:49, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માટ તો રોકેલ છે મારાં|}} <poem> માટ તો રોકેલ છે મારાં મહીનાં, જશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માટ તો રોકેલ છે મારાં

માટ તો રોકેલ છે મારાં
મહીનાં, જશોદાના જાયા રે
— માટ તો રોકેલાં મારાં
નવલખ ધેન્યું બાળા નંદઘેરે દૂઝે વા’લા;
દૂધ ને સાકરડી ઘોળી પી જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
મહીડાં પીવો તો તમે મંદિર પધારો વા’લા!
દશ તો દા’ડા રે આંયાં રે જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
કાલ્ય રે વઢ્યાં’તાં એનો ધોખો ન ધરીએં વા’લા!
આંઈ રે આવો તો તેવું કૈ જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
કે કવિ શામળો દાસ તમારો વા’લા!
પ્રીત્યું કરો તો સાથે લૈ જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં