સોરઠી સંતવાણી/2
Revision as of 09:15, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2| }} <poem> ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે ::: સુંઘે તેને રે સવ...")
2
ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે
સુંઘે તેને રે સવાદ. — ભગતીનો.
કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે
કાયર ખાશે માર. — ભગતીનો.
ધરતીના ધીંગા રે પૂરા નર જે હશે
મરજીવા ખેલે રે મેદાન. — ભગતીનો.
સ્વાદને સુંઘ્યા રે ગોપીચંદ ભરથરી રે
જેને વનમાં ઊપજ્યો વેરાગ. — ભગતીનો.
ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે
દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.