સોરઠી સંતવાણી/‘પોકારીને પાલો ભણે

Revision as of 12:00, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘પોકારીને પાલો ભણે| }} {{Poem2Open}} પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘પોકારીને પાલો ભણે

પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, ને રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી અજાસી ચારણ.) ’26 કે ’27માં પ્રથમ ભેટ્યો ત્યારે જ એ 60-65 વર્ષનો વૃદ્ધ હતો. દૂબળો-પાતળો, દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે. કહ્યું કે, “પાલરવ ગઢવી! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનારા પાલરવ?” “અરે બાપા! કહ્યા છે શામળાના દુહા. આ જોવો ને બાપા! ઈ તો એમ ભણ્યું બાપા, કે

ભગવંત ભલા જોગ;
(કે’નાય) ભૂંડામાં ભગવંત નૈ;
(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ
પ્રાપ્રેવુ પાલો ભણે.”