સોરઠી સંતવાણી/3

Revision as of 07:14, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવધા ભક્તિ|}} {{Poem2Open}} ભક્તિના પંથ પર ચડવા માટે શીલ, સત્સંગ, ગુર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નવધા ભક્તિ

ભક્તિના પંથ પર ચડવા માટે શીલ, સત્સંગ, ગુરુ-ઉપાસના, વૃત્તિવિરામ, મિતવ્યવહાર ને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટ વાટનું સદૃષ્ટાંત દર્શન કરાવનારાં એક કડીનાં પચાસેક પદો ‘ગંગાસતીનાં ભજનો’ એ નામે ઓળખાય છે. ગંગાબાઈએ ગુરુ લેખે, પોતાની શિષ્યા બનેલી, પુત્ર અજોભાની વહુ પાનબાઈ પર અજમાવેલી આ ક્રિયા છે. સર્વ પદો પાનબાઈને સંબોધેલ છે. શિષ્યાને પરમ પંથનું દર્શન કરાવીને ગંગાસતીએ દેહત્યાગ કર્યો એવો ઉલ્લેખ ભજનમાં છે.