સોરઠી સંતવાણી/કામણ

Revision as of 05:29, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કામણ

કામણ કરી ગિયા કોઈ
હરિ આંયાં રે આવીને
જડી રે બુટીનાં નથી જોર
શું કરીએ ચાવીને!
વા’લા!
આવો હરિ! મો’લુંની માંય
ચોખલિયા રે ચોડી;
નંદા કરે દુરીજન લોક
મોઢડલાં રે મચકોડી.
વા’લા!
શીદને થોભાણા નંદલાલ,
દાસીને દરશન દેતાં રે!
દાસી જીવણ ગુણ ગાય
ગુરુ ભીમ ભેટ્યા રે.

[દાસી જીવણ]