ચૂંદડી ભાગ 2/7.એ વર વરીએ!

Revision as of 04:33, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|7|}} <poem> કેસર તળાવડી અમીરસ પાણી ::: છૂટે અંબોડે દાતણ કરો રે કેસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
7

કેસર તળાવડી અમીરસ પાણી
છૂટે અંબોડે દાતણ કરો રે કેસરિયા

હાલતાં ને ચાલતાં…વહુએ નીરખ્યા
દાદાજી! વરીએ તો એ વર વરીએ!

કડ્ય રે પાતળિયો મુખ રે શામળિયો
નાણાંનો બળિયો એ વર વરીએ!
ગરથે આગળિયો એ વર વરીએ!

કેસર તળાવડીમાં અમીરસ પાણી
છૂટે અંબોડે નાવણ કરો રે કેસરિયા!

હાલતાં ચાલતાં…વહુએ નીરખ્યા
કાકાજી વરીએ તો એ વર વરીએ!