ચૂંદડી ભાગ 2/9.મોહિની

Revision as of 04:49, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|9|}} [પુરુષ જાણે કે દાતણ, નાવણ વગેરેને બહાને આવીને કન્યાને જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


9

[પુરુષ જાણે કે દાતણ, નાવણ વગેરેને બહાને આવીને કન્યાને જોઈ જાય છે અને મુગ્ધ બને છે.]


રાજને આંગણિયે કરેણી રોપાવો રાજ
વાલો દાતણિયાંની મશે ભલે આવ્યા રાજ!

ઈ તો કોટાળો ચોટાળીને મોહ્યા રાજ
ઇ–તો કેસરિયો મોંઘી વહુને મોહ્યા રાજ
હાંજિયલ મારૂઈ! પાનિયલ મારૂઈ!

રાજને આંગણિયે વાવડલી ગળાવો રાજ!
વાલો નાવણિયાંની મશે ભલે આવ્યા રાજ. — વાલો.
ઈ તો ડગલાળો કડલાળીને મોહ્યા રાજ
ઇ તો કેસરિયો …વહુને મોહ્યા રાજ
હાંજિયલ મારૂઈ! પાનિયલ મારૂઈ!

રાજને આંગણિયે ભોજનિયાં મંગાવો રાજ!
વાલો ભોજનિયાંની મશે ભલે આવ્યા રાજ!

ઇ તો કોટાળો ચોટાળીને મોહ્યા રાજ
ઇ તો કેસરિયો..વહુને મોહ્યા રાજ
હાંજિયલ મારૂઈ! પાનિયલ મારૂઈ!
રાજને આંગણિયે મુખવાસિયાં મંગાવો રાજ!
વા’લો મુખવાસિયાંની મશે ભલે આવ્યા રાજ!

ઈ તો રેટાળો ચૂડાળીને મોહ્યા રાજ!
ઈ તો કેસરિયો… વહુને મોહ્યા રાજ!
હાંજિયલ મારૂઈ! પાનિયલ મારૂઈ!