ચૂંદડી ભાગ 2/11.વાદળડી રે વરસે

Revision as of 04:57, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|11. |}} [સમૃદ્ધિ આપનારી વર્ષાનું ટૂંકું સરસ વર્ણન છે.] <poem> વાદળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


11.

[સમૃદ્ધિ આપનારી વર્ષાનું ટૂંકું સરસ વર્ણન છે.]



વાદળડી રે વરસે મેરામણ રેલે છેલે
વાદળડીને વરસ્યે ઘઉંડા નીપજે.
મેરામણને રેલ્યે ઘઉંડા નીપજે.
આવડા તે ઘઉંને શું કરશો રે વાજસુરભા બાપુ!
લાડે કોડે …ભા પરણાવશું
રંગે છંગે …ભા પરણાવશું
વાદળડી રે વરસે મેરામણ રેલે છેલે.