ચૂંદડી ભાગ 2/12.ફૂલ-ભેટ

Revision as of 05:07, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|12| }} <poem> એક વાર જાજે રે માળણ માળવે રે ::: લાવ્યે ડોલરિયાનાં ફૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


12

એક વાર જાજે રે માળણ માળવે રે
લાવ્યે ડોલરિયાનાં ફૂલ
તેનો ગૂંથ્યે રે માળણ ગજરો રે
ગજરો કેસરિયાને ભેટ
કેસરિયો રૂડો ને ગજરો શોભતો રે
જોજો કેસરિયાનાં રૂપ!
એક વાર જાજે રે માળણ માળવે રે
લાવ્યે ડોલરિયાનાં ફૂલ!

તેનો ગૂંથ્યે રે માળણ વીંઝણો રે
વીંઝણો વવારૂને ભેટ.
વવારૂ રૂડાં ને વીંઝણો શોભતો રે
જોજો વવારૂનાં રૂપ!