ચૂંદડી ભાગ 2/14.રામરક્ષા

Revision as of 05:17, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|14|}} [બહેન પોતાના પરણતા વીરને રામરક્ષાની આશિષો આપતી આપતી અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


14

[બહેન પોતાના પરણતા વીરને રામરક્ષાની આશિષો આપતી આપતી અનેક વિશેષણો વડે વિભૂષિત કરે છે.]


તંગલ ત્રોડાવાળો
ભારે બેડીવાળો
કેસરિયાને ઝાઝી ખમ્મા!
ડોલરિયાને રામ-રખ્યા!
જીવે જામજાદો!
જીવે મોતિયુંવાળો!
મારા વીરને રામ-રખ્યા!
સીંગલદીપ જાજો હો વરરાજા! હાથી કેરાં મૂલ ઘણાં!
મોંઘી વહુ તમારે ઓરડિયે કેસરિયાનાં મન ઘણાં!
રંગભીનાનાં દલ ઘણાં!
ફૂલ ફેંટાવાળો
રાતા રેટાવાળો
કેસરિયાને ઝાઝી ખમ્મા!
અંતરિયાને રામ-રખ્યા! 
તારી જાત વાલી
તારી બોલી મીઠી
ડોલરિયાને ઘણી ખમ્મા!
પાલખિયાને રામ-રખ્યા! — તંગલ.
ઘોઘા શે’ર જાજો હો વરરાજા! ઘોડી કેરાં મૂલ ઘણાં!
મોંઘી વહુ તમારે ઓરડિયે કેસરિયાનાં મન ઘણાં!
બસરી બાંધણવાળો!
ચોસરી ચોગઠવાળો!
વરરાજાને ઘણી ખમ્મા!
અલબેલાને રામ-રખ્યા!
તારી જાત વાલી
તારી બોલી મીઠી
ડોલરિયાને ઘણી ખમ્મા!
પાલખિયાને રામ-રખ્યા!
નગર શે’ર જાજો હો વરરાજા! નુરમલિયાંનાં મૂલ ઘણાં
મોંઘી વહુ તમારે ઓરડિયે કેસરિયાનાં મન ઘણાં.