ચૂંદડી ભાગ 2/16.અતુલ

Revision as of 05:24, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|16.|}} <poem> વીર તો પાન સરીખા પાતળા વીરની લવિંગ સરખી લાંક રે કેસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


16.

વીર તો પાન સરીખા પાતળા
વીરની લવિંગ સરખી લાંક રે કેસરિયા વીર!
તમારે ને તોલે વીર કોઈ ના’વે.
વીર તો સીમડીએ આવ્યા રે મલપતા
હરખ્યાં હરખ્યાં ગોવાળીડાનાં મન રે કેસરિયા વીર!
તમારે ને તોલે વીર કોઈ ના’વે.