ચૂંદડી ભાગ 2/17.જોઈ રહી

Revision as of 05:29, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|17.| }} <poem> વા’લો વીર વર ઘોડલડે ચડે ને હું તો જોઈ રહી છું; વા’લા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


17.

વા’લો વીર વર ઘોડલડે ચડે ને હું તો જોઈ રહી છું;
વા’લા વીર! જોયાં તમારાં પિતળિયાં પલાણ રે
ભમરલો તો બહુ રમે!
વા’લો વીર વર વાઘા પે’રે ને હું તો જોઈ રહી છું;
કેસરિયા! જોઈ તમારી પાતળડી પરોંઠ2 રે
ભમરલો તો બહુ રમે!
વા’લો વીર વર ફેંટા બાંધે ને હું તો જોઈ રહી છું
કેસરિયા! જોયાં તમારા છોગલડાનાં રૂપ રે
ભમરલો તો બહુ રમે!