ચૂંદડી ભાગ 2/19.ઊભલા રે’જો

Revision as of 05:49, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|19|}} [વસંત ઋતુનું સૂચન છે. કાચી કેરીની સુગંધ મીઠી હોય છે.] <poem> આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


19

[વસંત ઋતુનું સૂચન છે. કાચી કેરીની સુગંધ મીઠી હોય છે.]

આજ રે કાચી કેરીની સોરમ લ્યો રે!
કેસરિયા રાયવર ઊભલા રે’જો!
ઊભલા ને રો’ તો આપડી વાડિયુંમાં રે’જો!
આજ રે બેનીબા અમને દાદાજીની હોંશું
દાદા કિયા ભાઈ આપડી જાનમાં બિરાજે
રાયવર ઊભલા રે’જો. — કેસરિયા.
લવિંગે ને લેર્યા રાયવર!
ફૂલડે ને ફોર્યા રાયવર! ઊભલા રે’જો!