ચૂંદડી ભાગ 2/23.વર શામળો

Revision as of 05:56, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|23|}} {{Poem2Open}} [મેડી પરથી કન્યા વરને આવતો નીરખે છે. એને વર શ્યામવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


23

[મેડી પરથી કન્યા વરને આવતો નીરખે છે. એને વર શ્યામવરણો દીસે છે. ચિંતાથી સ્વજનોને પૂછે છે કે ‘આવું કજોડું શીદ કર્યું?’ સ્વજનો સમજાવે છે કે ‘બહેન! એ તો દૂરથી આવે છે, મોં પર રજ પડી છે, તેથી શ્યામ દીસે છે.’]

મેડીને મો’લ બેઠાં મોંઘીબા બોલે
કાં રે દાદાજી3 વર શામળો!
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો વર શામળો!