ચૂંદડી ભાગ 2/28.પરણે

Revision as of 06:26, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|28|}} <poem> વાગ્યા વાગ્યા જાંગીના ઢોલ ::: શરણાયું વાગે રે સરવા સા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


28

વાગ્યા વાગ્યા જાંગીના ઢોલ
શરણાયું વાગે રે સરવા સાદની

ઊડે ઊડે અબીલ ગુલાલ
દારૂડો ઊડે રે મોંઘા મૂલનો.

પરણે પરણે રા’ ને ખેંગાર
કેસરિયો પરણે રે પૂરી પદમણી.          — વાગ્યા.