ચૂંદડી ભાગ 2/32.હળવો હળવો હાલ્ય!

Revision as of 06:40, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|32.|}} <poem> દૂધે ભરી તળાવડી, હો રાજ! ::: મોતીડે બાંધી પાળ ::: મણિયલ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


32.

દૂધે ભરી તળાવડી, હો રાજ!
મોતીડે બાંધી પાળ
મણિયલ, હળવો હળવો હાલ્ય!
ચીતળ શે’રની બજારમાં હો રાજ!
રૂડી ચૂંદડિયું વેચાય
મણિયલ, હળવો હળવો હાલ્ય!
…ભાઈ તે ચૂંદડી મૂલવે હો રાજ!
ઇ તો મારે વહુને કાજ
મણિયલ હળવો હળવો હાલ્ય!