ચૂંદડી ભાગ 2/40.દારૂડો ગઢો
Revision as of 07:14, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|40 |}} <poem> ગોરાં ઠકરાણાં ઠમકથી બોલે નહિ દારૂડો પ્રેમને તોલે ર...")
40
ગોરાં ઠકરાણાં ઠમકથી બોલે
નહિ દારૂડો પ્રેમને તોલે રે!
દારૂડો ગૂઢો ને નાગરવેલ્ય.
તમે દારૂડાની ચલગત છોડો
પ્રીત પિયાલા ભરી ભરી પિયો રે — દારૂડો.
અમારે..ભાઈ કાંઈ કેળ્યુંમાંથી કેવડો
અમારે…વહુ લટિયલ કેળ્ય રે — દારૂડો.
તમે એક વાર શિરોહી જાજો,
તમે શિરોહીની સમશેરું લાવો રે — દારૂડો.
તમે એક વાર રણમાં આવો રે
તમે રણ તરંગ લગાડી આવો રે
દારૂડો ગૂઢો ને નાગરવેલ્ય