ચૂંદડી ભાગ 2/44.માનવીનાં પરણેતર

Revision as of 07:43, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|44.| }} <poem> ઘોડલે ચડીને ગોવિંદજી રે આવ્યા આવ્યા છે દ્વારકાના વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


44.

ઘોડલે ચડીને ગોવિંદજી રે આવ્યા
આવ્યા છે દ્વારકાના વાસી કરસનજી.          — પાલખડી વરરાજા!

સુભદ્રાબાઈ પૂછે ઓરેરા પધારો
માનવી ને લોક એમ પરણે કરસનજી.          — પાલખડી વરરાજા!

સુખડનો માંડવો ને આંબાનાં તોરણ
માનવી ને લોક એમ પરણે કરસનજી.          — પાલખડી વરરાજા!

ત્રાંબાની થાળીને કંકુડે અંજવાળી
દાદોજી દિયે કન્યાદાન કરસનજી.          — પાલખડી વરરાજા!