ચૂંદડી ભાગ 2/45.ઝમરખ દીવડો

Revision as of 07:50, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|45.|}} [દીવડો ઝમરખ કહેવાય છે. તેની પાછળ આવો ભાવ છે : દેવોએ ભેટ દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


45.

[દીવડો ઝમરખ કહેવાય છે. તેની પાછળ આવો ભાવ છે : દેવોએ ભેટ દીધેલાં હથિયારોને ગાળીને ઘડેલો એ દીવડો છે. આ લુહારોનું લાક્ષણિક ગીત છે.]

મારે આંગણ આવ્યા ફરશુરામજી
હા રે આવ્યા શંકર ને રણછોડ
મેં તો પ્રેમથી પૂજા કરી.

ફરશુરામે ફરશી આપી હેતથી
મા’દેવે તો આપ્યું ત્રિશૂળ
રણછોડરાયે ચક્કર આપિયું.

ત્રણેને ગાળીને કરી ઢાળકી
તેને પાટી ઘડે રે લુવાર
એ પાટીનો ઝમરખ દીવડો.

દીવડીએ કાંઈ માંડ્યા છે ગણેશ
મેં તો કોડે પગરણ આદર્યાં.