ચૂંદડી ભાગ 2/47.મંગલ રંગ

Revision as of 07:56, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|47|}} <poem> દાદાજી તો ગ્યા’તા રે દુવારકાં દુવારકાંથી લાવ્યા પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


47

દાદાજી તો ગ્યા’તા રે દુવારકાં
દુવારકાંથી લાવ્યા પારિજાત
એને આંગણિયામાં રોપિયો.
વસંતે ફાલેલાં રૂડાં ફૂલડાં,
તેના કાઢ્યા નવરંગી રંગ
તેમાં રંગી કન્યાની ચૂંદડી.
બીજી રંગી વરરાજા પાઘ
વરને વાઘે કેસર છાંટણાં.