ચૂંદડી ભાગ 2/73.રંગના પ્યાલા

Revision as of 10:24, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|73.|}} {{Poem2Open}} [આ પણ શૃંગાર-ગીત : સીરવણ (મણિયારા)ની વાદળ જેટલી ઊંચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


73.

[આ પણ શૃંગાર-ગીત : સીરવણ (મણિયારા)ની વાદળ જેટલી ઊંચી દુકાને ચૂડલા ઉતરાવી, એ ચૂડલા પહેરીને કન્યા ઓરડે ઘૂમતી પોતાના પતિને મદ્યના પ્યાલા પિવરાવે છે. મારવાડી રજપૂતોનો રિવાજ.]

ઊંચેલા વાદળિયા ને સીરવિયારે હાટે
ચૂડલા સીરાવત4 હાજર ઊભી બનલી.
ચૂડલા પેરીને વનલી ડેરે ડેરે ફરતી,
વનલી ડેરે ડેરે ફરતી,
કેસરિયાને ડોઢા પ્યાલા દેતી વનલી;
બાળુડાને રંગના પ્યાલા દેતી વનલી.
— ઊંચેલા.