ચૂંદડી ભાગ 2/76.પ્રેમ-ગોષ્ઠી

Revision as of 10:31, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|76|}} {{Poem2Open}} [શૃંગાર-ગીત : હે સ્ત્રી! મને તારા ઘૂંઘટની મોહિની લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


76

[શૃંગાર-ગીત : હે સ્ત્રી! મને તારા ઘૂંઘટની મોહિની લાગી. હે સ્વામી! મને તમારા છોગાની પ્રીતિ લાગી. હે સ્ત્રી! મને તારા દેહની ઉષ્માનો પસીનો વળ્યો. હે સ્વામી! તો તમારા છોગા વતી પવન ઢોળો!]

ચૂડલા લાયા વનાજી સીરમ દેશના
લાવે ને પેરાવે બાળક વનીને.
લાવે ને પેરાવે છોટી લાડીને
બાળક વની મોલાંરે ઉપર લે ચડે.
મોલોંમેં ચંપો ને મરવો કેવડો.
ગલરાં2 ફૂલ વનાજી થારાં છોગામેં!
ચત3 લાગ્યો લાડલડી થારા ઘૂંઘટરો!
મને મોયો વનાજી થારા પેસાનો!
પરેહો4 વળિયો વનીજી થારી5 ગરમાઈનો
વાયરો ઢોળોં વનાજી મનમેં આવે તો!
વાયરોં ઢોળો ભમરજી મનમેં આવે તો!
વાયરો ઢોળો ભમરજી પીળાં પેસાંનો!

[બીજા અલંકારોનાં નામ લઈને ગવાય છે.]