ચૂંદડી ભાગ 2/79.સરસ્વત સ્વામીને વીનવું

Revision as of 10:37, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|79|}} {{Poem2Open}} [લગ્ન આડા પાંચ દિવસ રહે છે ત્યારે આ ગીત ગવાય છે. એમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


79

[લગ્ન આડા પાંચ દિવસ રહે છે ત્યારે આ ગીત ગવાય છે. એમાં પરણતા પુત્રનો, છેક જન્મથી માંડીને લગ્ન સુધીનો ટૂંક ઇતિહાસ છે. પ્રથમ ગર્ભવાસના નવ મહિના ગવાય છે. પછી જન્મ, ઉત્તરોત્તર નાવણ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થામાં તોફાન, વિદ્યા-પ્રાપ્તિ, પોતાની પસંદગીનું પરણેતર વગેરે ભૂમિકાઓ વર્ણવાય છે.]

સરસ્વત સ્વામીને વીનવું, સાએલરી રે,
એને ગણપત લાગવું પાયે, પતોરરી રે.
હું તમને પૂછું, મારાં પીરોજબાઈ સાએલરી રે.
કંઈ એ બારો2 શી પેરે જાયો3, પતોરરી રે.
પહેલો માસ અજાણ્યો જાય, સાએલરી રે,
કંઈ બીજો તે ફેર લ્હોરે જાયે4 પતોરરી રે.
ત્રીજે માસ રે સાકર સેવી, સાએલરી રે,
કંઈ ચોથે તે સેવી દરાખ, પતોરરી રે.
પાંચમે માસે તે પચમાસિયાં, સાએલરી રે,
કંઈ છઠ્ઠો તે છઠ્ઠો આઈનો જાયો, પતોરરી રે.
સાતમે માસે રે સતમાસિયા, સાએલરી રે,
કંઈ આઠમો તે અણગમ્યો જાયે, પતોરરી રે.
નવમે માસે તે ખોળો ભર્યો5, સાએલરી રે,
કંઈ દશમે તે બારો જાયો, પતોરરી રે.
ધરતી પર પગ દઈ જનમિયો, સાએલરી રે,
એનો સોનાં છરી નાર વધેરિયો6, પતોરરી રે.
પાણી હતાં દૂધે અંગોળાવ્યો, સાએલરી રે,
કંઈ ચોખા હતા મોતીએ વધાવ્યો, પતોરરી રે.
ત્રણ દહાડાનો જળઉવો, સાએલરી રે,
એની માડીનાં દૂધ પિવાડ્યાં, પતોરરી રે.
પાંચ દહાડાનો જળઉવો, સાએલરી રે,
એની માંડીસે પાંચે2 ન્હાનાં3 ન્હાયો, પતોરરી રે.
સાત દહાડાનો જળઉવો, સાએલરી રે,
કંઈ એ જાયનાં નામ જોવાડો, પતોરરી રે!
તેડો રે જોષીનો બેટો, સાએલરી રે,
કંઈ એ જાયાનાં નામ જોવાડો, પતોરરી રે
લાવો રે દૂધનાં ત્રાંબડા, સાએલરી રે,
કંઈ જોષીનાં પગ ધોવાડો, પતોરરી રે.
લાવો રે કંકુના દાબડા, સાએલરી રે,
કંઈ જોષીના પગ પિળાવો, પતોરરી રે.
માંડો રે જોષીનાં બેસનાં4 સાએલરી રે,
કંઈ ઘુંઘરીઆરો પાત5, પતોરરી રે.
થાળ ભરો રે સગ મોતીએ, સાએલરી રે,
કાંઈ જોષીને આવતા વધાવો, પતોરરી રે.
જોષીએ ટીપનાં વાંચિયાં, સાએલરી રે,
એના નામ આવ્યો ફિરોજશા જાયો, પતોરરી રે.
દશ દહાડાનો જળઉવો, સાએલરી રે,
એની માડીસે દશે ન્હાનાં ન્હાયો, પતોરરી રે.
વીશ દહાડાનો જળઉવો, સાએલરી રે,
એની6 માડીસે વીસ ન્હાનાં ન્હાયો, પતોરરી રે.
ચાલીશ દહાડાનો જળઉવો7, સાએલરી રે,
એની માડીસે ચાલીસાં ન્હાનાં ન્હાયો, પતોરરી રે.
ત્રણ મહિનાનો જળઉવો, સાએલરી રે,
એના મમાવા8ની ખડકીએ સિધાવ્યો, પતોરરી રે.
પાંચ મહિનાનો જળઉવો, સાએલરી રે,
એના બપાવા9ને ઘેર સિધાવ્યો પતોરરી રે.
એના બપાઈ10એ મોતીએ વધાવ્યો, સાએલરી રે,
એનાં બપાઈએ જોરે જોરાવ્યા11 પતોરરી રે.
સાત મહિનાંનો જળઉવો, સાએલરી રે,
એના બાવાએ ખોળે રમાડ્યો, પતોરરી રે,
એક વરસનો જળઉવો, સાએલરી રે,
કંઈ શેરીએ રમવા સિધાવ્યા, પતોરરી રે.
સોનાં ગિલ્લી રે રૂપાં દાડિયા, સાએલરી રે,
કંઈ શેરીએ રમવા સિધાવ્યો, પતોરરી રે.
પડોશણની ભાંગી ચાતરી2, સાએલરી રે,
માળીનો બેરીઓ3 મોગરો, પતોરરી રે.
પાણિયારીનાં બેડલાં ફોડિયાં, સાએલરી રે,
કંઈ લોકોની લાવ્યો રાવ, પતોરરી રે.
બાઈ રે પીરોજબાઈ તારો બેટડો, સાએલરી રે,
કંઈ આડન4 કરતાને વાર, પતોતરી રે.
કંઈએ મારા ને બાવાજીનો લાડ, સાએલરી રે,
કંઈ એ મારા ને મમાવાનો લાડ, પતોરરી રે.
સાત વરસનો જળઉવો, સાએલરી રે,
કંઈ નિસાળે ભણવા સિધાવ્યો, પતોરરી રે.
સુના પાતી5 રે રૂપા ખડિયો, સાએલરી રે,
કંઈ લેખાં લેખે હજાર, પતોતરી રે.
લગી ભણી ઘેરે આવિયા, સાએલરી રે,
બાવાજીને કીધી રે સલામ, પતોરરી રે.
કંઈ બપાઈને લાગો રે પાય, સાએલરી રે,
કંઈ માતાજીને લાગો રે પાય, પતોરરી રે.
મારો ફિરોજશાહ તો વીનવે રે બાવાને, સાએલરી રે,
બાવા મોરા મુજને પરણાવો, પતોરરી રે.
કંહોઈને પરણાવું6 રે મારા દીકરા, સાએલરી રે,
મને ઘડીયે ન લાગે વાર, પતોરરી રે.
ફિરોજશાહ તો લીલરા7 શોધવા સિધાવ્યા, સાએલરી રે,
કંઈ કન્યા ઘરે માત નહોતાં, પતોરરી રે.
વરનાં માડી વનવારે8 ધુતાં9, સાએલરી રે,
કંઈ વરના બાવા વેપારે ધુતા, પતોરરી રે.
લીલરી શોધી ઘેરે આવિયા, સાએલરી રે,
બાવા મોરા મુજને પરણાવો, પતોરરી રે.
લાખ બે લાખના વરના વાઘા, સાએલરી રે,
સવા લાખની વરની પાંમરી, પતોરરી રે.
અરધા લાખની વરની પાઘડી, સાએલરી રે,
કંઈ લાખ બે લાખના વરના દેવાજા, પતોરરી રે.
ઘુંઘરિયાના વરના કનડોરા2, સાએલરી રે,
માંડરિયારા3 વરના બેરખા, પતોરરી રે.
અરધા લાખનાં વરનાં વેઢિયાં, સાએલરી રે,
કંઈ લાખ બે લાખના વરના ઘોડુલા, પતોરરી રે.
કંઈ સવાઘ પહેરો રે વરરાય, સાએલરી રે,
કંઈ પામરી ઓઢો વરરાય, પતોરરી રે.
કંઈ પાઘડી બાંધો રે વરરાય, સાએલરી રે,
કંઈ ઘુંઘરિયાં પહેરો રે વરરાય, પતોરરી રે.
કંઈ માંડરિયા બાંધો રે વરરાય, સાએલરી રે,
કંઈ વેઢિયાં પહેરો વરરાય, પતોરરી રે.
તીલી ચલાનાં4 તેલે ભર્યાં, સાએલરી રે,
કંઈ મરદાન5 કરો રે વરરાય, પતોરરી રે.
તાંબાકુંતી જળે ભરી, સાએલરી રે,
કંઈ અંગોળ કરો વરરાય, પતોરરી રે.
આંબોલા6 વરખની કાંસકી, સાએલરી રે,
એને લૂછો રે નવરંગ ચીર, પતોરરી રે.
વરનાં ભાભી લૂંછન દેવો7, સાએલરી રે,
કંઈ લૂંછને લૂંછી વર સંચરિયા, પતોરરી રે.
વરનાં બ્હેની સવાઘ દેવો, સાએલરી રે,
કંઈ સવાઘા પહેરી વર સંચરિયા, પતોરરી રે.
વરનાં માડી પાંમરી દેવો, સાએલરી રે,
કંઈ પાંમરી પહેરી વર સંચરિયા, પતોરરી રે.
વરના ફુઈ પાઘડી દેવો, સાએલરી રે,
કાંઈ પાઘડી પહેરી રે વર સંચરિયા, પતોરરી રે.
વરના મામા કનડોરા દેવો, સાએલરી રે,
કંઈ કનડોરા પહેરી વર સંચારિયા, પતોરરી રે.
વરના વીરા વેઢિયાં દેવો, સાએલરી રે,
કંઈ વેઢિયા પહેરી વર સંચરિયા, પતોરરી રે.
વરના માસા માંડરિયા દેવો, સાએલરી રે.
કંઈ માંડરિયાં પહેરી વર સંચરિયા, પતોરરી રે.
વરના સસરા ઘોડુલા દેવો, સાએલરી રે,
કંઈ ઘોડલે બેસી વર સંચરિયા, પતોરરી રે.
વરના મામાજી મોસાળાં દેવો, સાએલરી રે,
કંઈ મોસાળાં લઈ વર સંચરિયા, પતોરરી રે.
વરનાં સાસુ સવાઘા દેવો, સાએલરી રે,
કંઈ સવાઘા પહેરી વર સંચરિયા, પતોરરી રે.
વરનાં સાળી ફૂલ ગજરા દેવો, સાએલરી રે,
કંઈ ફૂલગજરા પહેરી વર સંચારિયા, પતોરરી રે.
ફિરોજશાએ સાળાને પુછિયાં, સાએલરી રે,
સાળા! હરણ શો કરે રે પોકાર, પતોરરી રે.
આજે મારી બ્હેનું પરણે છે, સાએલરી રે,
તેની ભલી ભલી હોય રે જમણવાર, પતોરરી રે.
ફિરોજશાએ પારે ઘોડો ખેલાવ્યો, સાએલરી રે,
જઈ ઊભા ગરવી ગુજરાત, પતોરરી રે.
જરબાઈ તો રડે ને રિસાય2, સાએલરી રે,
હું તો જાવું યે ફિરોજશાની સાથ, પતોરરી રે.
જરબાઈને બાવા વીનવે, સાએલરી રે,
તને શેર સોનાનો શણગાર, પતોરરી રે.3
તારો મણ મોતીનો હાર, સાએલરી રે,
તારા મોટેરા આવાસ, પતોરરી રે.
મોટેરા આવાસ મારી ઝૂંપડીએ, સાએલરી રે,
શેર સોનું રે મારી સુખડી, પતોરરી રે.
તારા મણ મોતી કરું રે ખેરાત, સાએલરી રે,
હું તો જાઉં મારા પતિની સાથ, પતોરરી રે.
ગાયને ચરાવતા ભાઈ ગોવાળા, સાએલરી રે,
કંઈ ક્યાંયે મારા પતિને દીઠો, પતોરરી રે.
હું શું ને જાણું રે બાઈ બ્હેનડી, સાએલરી રે,
તારો પતિ તે કેવો રે હોય, પતોરરી રે.
કાળો ઘોડો રે કજકાબરો, સાએલરી રે,
તેની સોનેરી હોય રે સલામ, પતોરરી રે,
તેની રૂપેરી હોય રે લગામ, સાએલરી રે,
તે પર મારો પાતળિયો અસવાર, પતોરરી રે.
ચીર ફાડી રે કીંધા હોડિયાં, સાએલરી રે,
કંઈ કાંચળીનાં કીધાં રે હલેસાં, પતોરરી રે.
જઈ ઊભા ફિરોજશાહની પાસ, પતોરરી રે.