સોરઠિયા દુહા/5

Revision as of 06:32, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|5|}} <poem> સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ, તણ વેળા કાશપતણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


5

સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કાશપતણા,(તમે) સૂરજ રાખો શરમ્મ.

સામસામા શૂરવીરો લડી રહ્યા હોય, ભલભલા વીર પુરુષોની આબરૂ પણ ધૂળ મળતી હોય, તેવે યુદ્ધને ટાણે હે સૂરજ! હે કશ્યપના પુત્ર! તમે મારી ઇજ્જત રાખજો. મને મરદની રીતે મરવાની સુબુદ્ધિ દેજો. પીઠ દેખાડવાનો પાપી વિચાર મને ન કરવા દેજો.