સોરઠિયા દુહા/12

Revision as of 06:43, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|12|}} <poem> મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ; મરસી, ભડસી, મારસી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


12

મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ;
મરસી, ભડસી, મારસી, ખળ સર વાગી ખગ્ગ.

હે કંથ! તું પરણીને પોંખાવા આવ્યો ને મારા ઘરને તોરણે તેં પગ મૂક્યો ત્યારે જ હું તો તને પારખી ગઈ હતી કે તું શૂરવીર છો, કે તું રણમેદાનમાં જઈને લડનારો, દુશ્મનનાં માથાં પર તારું ખડગ ચલાવનારો, મારનારો અને મરી જાણનાર મરદ છો.