સોરઠિયા દુહા/19

Revision as of 10:25, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|19|}} <poem> રાહબ, ઊઠે કમાણગર, મૂછમરોડ મ રોય; મરદ મરણો હક્ક હૈ, રોણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


19

રાહબ, ઊઠે કમાણગર, મૂછમરોડ મ રોય;
મરદ મરણો હક્ક હૈ, રોણો હક્ક ન હોય.

ઊઠ લડવૈયા, જેણે પોતાની મૂછને વળ દઈ જાણ્યા છે તેનાથી રડાય નહિ. મરદને તો માત્ર યુદ્ધમાં મરી ફીટવાનો જ હક્ક છે, રડવાનો એને અધિકાર નથી.