સોરઠિયા દુહા/22

Revision as of 11:07, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|22|}} <poem> ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું; ચંગે માડુએ ન પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


22

ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું;
ચંગે માડુએ ન પૂછીયું, (પછી) દલજી દલમેં રૈયું.

ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઈ, પણ કોઈ સુજન માણસે મને એ પૂછી નહિ; (બેવકૂફને તો મેં કહી નહિ) એટલે પછી એ બધી વાતો દિલની દિલમાં જ રહી ગઈ.