સોરઠિયા દુહા/31

Revision as of 05:27, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|31|}} <poem> ઘોડાને ઘી પાતે, કામન! કર ગ્રહીએ નહિ; ચટકી દી’ ચડ્યે, પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


31

ઘોડાને ઘી પાતે, કામન! કર ગ્રહીએ નહિ;
ચટકી દી’ ચડ્યે, પારકાં પોતાનાં કરે.

હે કામિની, ઘોડાને ઘી પાતાં તું મારો હાથ ન પકડ; કારણ કે એ ઘી પીને તાકાતવાન બનશે તો જ (રાતમાં લૂંટેલો) પરાયો માલ પ્રભાતની જરી ચમકી ચડતાં ઘર ભેગી કરી શકશે.