સોરઠિયા દુહા/48

Revision as of 06:32, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|48| }} <poem> ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ; ચાર હાથનો ચોટલો, પડ જોવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


48

ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ;
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ.

જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથી ય વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે.