સોરઠિયા દુહા/53

Revision as of 06:38, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|53| }} <poem> તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ; એવા વછેરા ઊછરે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


53

તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ;
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ.

જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે. એવો એ પાંચાળ છે.