સોરઠિયા દુહા/62

Revision as of 06:51, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|62| }} <poem> સફરાં પહેરે સૂત, ઓઢે પણ આપે નહિ; (ઈ) તનડાં નૈ, તાબૂત, સા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


62

સફરાં પહેરે સૂત, ઓઢે પણ આપે નહિ;
(ઈ) તનડાં નૈ, તાબૂત, સાચું સોરઠિયો ભણે.

જે માનવી પોતે તરેહવાર લૂગડાં પહેરતો હોય, પણ બીજાને એમાંથી કદીય કાંઈ ન આપતો હોય તેની શોભા તાબૂતના જેવી નિષ્પ્રાણ છે. તાબૂત ચાહ્યા તેવા રંગરંગીલા કાપડથી મઢેલો હોય, પણ તે બીજાને શા ખપનો!