સોરઠિયા દુહા/65

Revision as of 07:02, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|65|}} <poem> કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ; જીભલડીમાં જવાબ, સાચુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


65

કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ;
જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે.

કોયલ અને કાગડો, એ બંનેના રંગ એકસરખા શ્યામ હોય છે અને તેથી દેખાવમાં તો એ એકસરખાં જ લાગે છે. છતાં એ બેની જીભ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે! એની પરખ એમના રંગમાં નહિ પણ એમની જીભમાં રહેલી છે.