સોરઠિયા દુહા/67

Revision as of 07:04, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|67|}} <poem> થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ; (એને) કાંટો કે’દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


67

થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ;
(એને) કાંટો કે’દી ન વાગજો, (મર) હોય પારકાં શેણ.

ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે ને બીજા કોઈની ઘરનારી હોય, તોયે એને કાંટો પણ ન વાગજો એવી દુવા દઉં છું.