સોરઠિયા દુહા/77

Revision as of 09:24, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|77|}} <poem> આદર કરે અપાર, તો ભોજન ભાજી ભલી; આણે મન એંકાર, કડવું ઘે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


77

આદર કરે અપાર, તો ભોજન ભાજી ભલી;
આણે મન એંકાર, કડવું ઘેવર કિસનિયા.

જ્યાં મહેમાનને પ્રીતથી આવકાર અપાતો હોય તે ઘર ભલે ગરીબ હોય અને ત્યાં ભોજનમાં સાદી ભાજી જ મળતી હોય તોપણ એ બહુ સારી. પરંતુ જે ઘરનો અહંકાર ક્યાંય સમાતો ન હોય ત્યાં તો, હે કિસનિયા! ઘેવર સમાં મિષ્ટાન્ન પણ કડવાં ઝેર બની જાય છે.