સોરઠિયા દુહા/113

Revision as of 10:30, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|113|}} <poem> સજ્જન! દો મુખ મત કરો, દો મુખસે પત જાય; દો મુખ ભયે પખાજક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


113

સજ્જન! દો મુખ મત કરો, દો મુખસે પત જાય;
દો મુખ ભયે પખાજકું, (સો) તીન ટકોરે ખાય.

હે સજ્જન, કદી બે મોઢે વાતો ન કરશો. સાચીખોટી વાતો કરનાર માણસ નક્કી પોતાની આબરૂ ગુમાવે છે. ઢોલક કે જેને બે મોઢાં છે તેના ભાગ્યમાં સદાય પારકા હાથનાં ટપલાં ખાવાનું જ નિર્માયેલું હોય છે.