સોરઠિયા દુહા/120

Revision as of 10:39, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|120|}} <poem> કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય; સાગરમેં પાણી ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


120

કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય;
સાગરમેં પાણી ઘણો, ગાગરમેં ન સમાય.

હે પ્રીતમ! તમને કાગળ લખવા બેસું છું, પણ મારા હૈયામાં જે ભર્યું છે તે બહાર નથી આવી શકતું. મારે પ્રેમ અપાર છે, કાગળ એને ટૂંકો પડે છે. સાગર જેટલો અપાર એ પ્રેમ સાગરરૂપી કાગળની ચબરખીમાં કેમ કરીને સમાય?