સોરઠિયા દુહા/125

Revision as of 10:57, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|125|}} <poem> પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન; પહેલી આગ લગાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


125

પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન;
પહેલી આગ લગાય કે, દોડ્યો પાની લેન.

પ્રીત કરતી વેળા મને એમ હતું કે હું સુખ પામીશ, પણ એણે તો ઊલટી મને દુઃખી કરી મૂકી. પ્રીત કરીને પહેલાં મેં જ મારે હાથે મારા હૈયામાં આગ ચાંપી દીધી, અને હવે એ આગને બુઝાવવા હું પાણીની શોધમાં નીકળ્યો છું.